Tuesday, December 13, 2011

Wednesday, May 18, 2011

જગદંબા ની આરતી

જ્યોતે પ્રળંબા, જુગ્દમ્બા, આદ્ય અંબા ઇસરી,
વદનં ઝળંબા, ચંદ બંબા, તે જ તમ્બા તું ખરી
હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી,
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.
જીય રાસ આવડ રમ્મણી, જીય રાસ આવડ રમ્મણી.
ભેરવે હલ્લા, ભલ્લ ભલ્લાં ખાગ ઝાલ્લાં ખેલિયં,
હોતે હમલ્લાં, હાક હલ્લાં, ઝુઝ મલ્લાં ઝેલ્લીયં,
ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંનર પાય નમે,
દિગપાલ દગંબર, આઠહી ડુંગર, સાતહીં સાયર તેણ સમે,
નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી,
રવરાય રવેચીએ, જગ્ગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી.
દેવી વક્કળ વેસીએ ઇસવરી, માડી વક્કળ વેસીએ ઇસવરી.
- વીસળ રાબા ( Ref: Rasdhaar ni vartao)